Latest News
  • NSS Camp of Olpad College Organised at Tena Rang, Taluka-Olpad

    આટ્સૅ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડ અને તેના ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તેનારાગ ખાતે યોજાયેલા NSS વાર્ષિક શિબિરના ઉદૃઘાટન સમારંભમાં પ્રમુખ તરીકે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ અને જાણીતા વકીલશ્રી બલવંતભાઈ આર.પટેલ, ઉદઘાટક તરીકે કોલેજ સંચાલક મંડળના ઉપપ્રમુખશ્રી જયેશભાઈ એન. પટેલ, મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના કોમર્સ ફેકલ્ટીના ડીન અંને વલસાડ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. જે. એમ. નાયક, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના આટ્સૅ ફેકલ્ટીના ડીન અને વાપી કોલેજના પ્રિન્સીપાલ ડૉ હેમાલીબેન દેસાઈ, કોલેજ સંચાલક મંડળના સહમંત્રીશ્રી ગોવિંદભાઈ બી.પટેલ અને અતિથિવિશેષ તરીકે તેના ગ્રામપંચાયતના સરપંચશ્રી જયેશભાઈ આર.પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રીમતી પાવૅતીબેન રાઠોડ, પાલ કોટન મંડળના ડિરેક્ટરશ્રી પુરૂષોત્તમભાઈ ટી.પટેલ, સામાજિક કાર્યકરશ્રી નરભેરામ એચ.પટેલ, શ્રી નટવરભાઈ યુ.પટેલ, જયંતીભાઈ સી.પટેલ તથા ઞામના આગેવાનો અને પ્રાથમિક શાળા તેનારાગના મુખ્ય શિક્ષકશ્રી જયેશભાઈ બી.પટેલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઈશ્વરભાઈ એમ.પટેલે મહેમાનોને આવકાર આપ્યો હતો. શ્રી બલવંતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પ્રિન્સીપાલ ડૉ. હેમાલીબેન દેસાઈ અને પ્રિન્સીપાલ ડૉ. જે. એમ. નાયકે NSS વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેના ગામ પંચાયતના સરપંચશ્રી જયેશભાઈ આર.પટેલે શિબિરમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. પ્રા. આર. બી. ઢીમર, ડૉ. ગીતાબેન ગરાસિયાએ પ્રોગ્રામ ઓફિસર તરીકે સેવા આપી હતી. શ્રી એન. કે. રાઠોડે આભાર વ્યક્ત કર્યો હતો.